Sure, it's easier to just run down the forms and fill the fields with garbage in order to plow through them quickly. But that's not real. That's not what your customers are
Sure, it's easier to just run down the forms and fill the fields with garbage in order to plow through them quickly. But that's not real. That's not what your customers are
માલદીવે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે ભારતનું ખૂબ જ નજીકનું મિત્ર છે . આ વર્ષની શરૂઆતમાં માલદીવે IOC માં ભારતનો સાથ આપ્યો હતો . હવે માલદીવે સાર્ક દેશોની બેઠકમાં પાકિસ્તાનના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું છે SAARC વિદેશ મંત્રીઓની બેઠકમાં પાકિસ્તાને સાર્ક સમિટ શરૂ કરવાની વાત કરી હતી . આ અંગે માલદીવના હસ્તક્ષેપ બાદ ફરીથી તેના પર રોક લગાવી દેવામાં આવી છે .
દિલ્હી કેપિટલ્લે ચેન્નાઈ સુપરકિંગ્સને 44 રને હરાવ્યું દિલ્હી કેપિટલ્સે 7 મી મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સને દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 44 રને હરાવ્યું છે . 176 રનનો પીછો કરતા ચેન્નાઈ 20 ઓવરમાં 7 વિકેટે 131 રન જ કરી શક્યું હતું . તેમના માટે ફાફ ડુ પ્લેસીસે સર્વાધિક 43 રન કર્યા હતા . ચેન્નાઈની આ સીઝનમાં સતત બીજી હાર છે . આ પહેલા તે રાજસ્થાન રોયલ્સ સામે 16 રને હાર્યું હતું . જ્યારે દિલ્હી સતત બીજી મેચ જીત્યું છે .
અહી જાણો , WhatsApp ચેટ સિકયોર હોવા છતાં કેવી રીતે સામે આવી ડ્રગ્સ ચેટ ? WhatsApp ચેટ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ છે . તમારા ચેટને ખુદ WhatsApp પણ નથી જોઈ શકતું . છતાં સ્ટાર્સના ડ્રગ્સ ચેટ સામે આવી રહ્યા છે . કારણ કે જે WhatsApp ચેટનું બેકઅપ હોય કે સેવ કરાય છે , તે એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ નથી હોતું . સામાન્ય રીતે લોકો તેમના ચેટનું બેકઅપ ગૂગલ ડ્રાઈવમાં રાખતા હોય છે . તપાસ એજન્સીઓ યુઝર્સના ફોનનું બીજા ડિવાઇસ પર ક્લોનીંગ કરીને ડિલિટેડ મેસેજનું એક્સેસ મેળવે છે .
દિપીકા પાદુકોણ ફસાઈ , મેનેજર કરિશ્માએ કર્યો મોટો ખુલાસો NCB ની ટીમે આજે દિપીકાની મેનેજર કરિમાની પૂછતાછ કરી હતી . મળતી માહિતી મુજબ , તેણે NCB ને જણાવ્યું , વ્હોટ્સએપ ગ્રૂપમાં દીપિકાએ તેને જબરદસ્તી એડ કરી હતી . દિપીકા સહિત 2 અન્ય સભ્યો એડમીન હતા . કરિશ્માએ કહ્યું , તે જયા સાહાના હાથ નીચે કામ કરતી હતી અને દિપીકા સાથે અનેકવાર ચેટ થઈ હતી . તેણે સ્વીકાર્યું કે , દીપિકાએ તેની પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું . ત્યારે NCB સિન્ડિકેટ ચલાવવાનો કેસ કરી શકે છે .